એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો.

  • આ સ્પર્ધામાં ભારતે પાકિસ્તાનને 4-3 થી પરાજય આપ્યો હતો જેમાં ભારતના હરમનપ્રીત, સુમિત, વરુણકુમાર અને આકાશદીપે ગોલ નોંધાવ્યા હતા. 
  • એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2021માં જાપાનને પરાજય આપી સાઉથ કોરિયા ચેમ્પિયન બન્યું છે. 
  • આ સ્પર્ધાનો ગોલ્ડ મેડલ સાઉથ કોરિયાને, સિલ્વર મેડલ જાપાનને તેમજ બ્રોન્ઝ મેડલ ભારતે મળ્યો છે. 
  • ચોથા અને પાંચમાં ક્રમ પર અનુક્રમે પાકિસ્તાન અને બાંગ્લાદેશ રહ્યા છે. 
  • આ સ્પર્ધા બાંગ્લાદેશના ઢાકા ખાતે આવેલ મૌલાના ભાસાની હોકી સ્ટેડિયમ ખાતે યોજાઇ હતી. 
  • આ ટૂર્નામેન્ટમાં વર્ષ 2011, 2016 અને 2018માં ભારત ચેમ્પિયન બન્યું હતું.
Asian Champions Trophy

Post a Comment

Previous Post Next Post