- સ્વીડીશ થિંક-ટેન્ક Stockholm International Peace Research Institute (SIPRI) દ્વારા વિશ્વના 100 અગ્રણી શસ્ત્ર ઉત્પાદક કંપનીઓની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે જેમાં ભારતની પણ ત્રણ કંપનીઓને ચિહ્નિત કરવામાં આવી છે.
- આ ત્રણ કંપનીઓમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) 42માં ક્રમે, ઇન્ડિયન ઓર્ડિનન્સ ફેક્ટરી 60માં ક્રમે તેમજ ભારત ઇલેક્ટ્રોનિક્સ (BEL) 66માં ક્રમ પર છે.
- આ ત્રણેય કંપનીઓનું કુલ વેચાણ લગભગ 6.5 અબજ ડોલર છે જે 100 કંપનીઓના કુલ વેચાણના ફક્ત 1.2% જ છે!!!
- આ કંપનીઓની યાદીમાં પ્રથમ અમેરિકા બાદ ચીન બીજા ક્રમ પર છે જેણે 2020માં 66.8 ખર્વ ડોલરના શસ્ત્રોનું ઉત્પાદન કર્યું છે.