નાસાએ પોતાનું મહત્વાકાંક્ષી James Webb Space Telescope લોન્ચ કર્યું.

  • નાસા દ્વારા આ ઐતિહાસિક ટેલિસ્કોપને ક્રિસમસના દિવસે લોન્ચ કરાયું છે. 
  • આ ટેલિસ્કોપ અંતરિક્ષમાંથી ઝીણામાં ઝીણી વિગતો એકઠી કરી તેને દેખાડવા માટે સક્ષમ છે. 
  • નાસા દ્વારા આ પ્રોજેક્ટની વર્ષ 1996માં જાહેરાત કરવામાં આવી હતી તેમજ તેને વર્ષ 2007માં લોન્ચ કરવાનું હતું પરંતુ તેને વધુને વધુ અપગ્રેડ કરવામાં મિશન પાછળ ધકેલાયું. 
  • આ ટેલિસ્કોપ કોઇપણ ફોટોને 18 અલગ અલગ એન્ગલથી પાડી તેની એક સંયુક્ત ઇમેજ બનાવીને પૃથ્વી પર મોકલશે. 
  • નાસાના સમાનવ ચંદ્રયાન પછીનું આ સૌથી મહત્વાકાંક્ષી મિશન છે જેનું બજેટ 10 અબજ ડોલર (લગભગ 74 હજાર કરોડ રુપિયા) જેટલું છે! 
  • અગાઉ 1990થી હબલ સ્પેસ ટેલિસ્કોપ જે કામ કરતું હતું તે જ કામ આ ટેલિસ્કોપ કરશે પરંતુ આ ટેલિસ્કોપ વધુ શક્તિશાળી અને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ છે. 
  • આ ટેલિસ્કોપનું વજન લગભગ 6,200 કિ.ગ્રા. છે તેમજ તેનો લેન્ચ 270 ચો. ફૂટનો છે. 
  • આ મિશન લોન્ચ થયા બાદ 15 લાખ કિ.મી.નો પ્રવાશ ખેડી અંતરિક્ષમાં સેટ થશે તેમજ આજથી 40માં દિવસે તે પ્રથમ ફોટો પાડી પૃથ્વી પર મોકલી શકશે. 
  • આ ટેલિસ્કોપનું નામકરણ અમેરિકાના 1946 થી 1949 દરમિયાન બજેટ બ્યૂરોના ડિરેક્ટર જેમ્સ વેબના નામ પરથી કરાયું છે. 
  • તેઓએ અમેરિકન સરકાર ઉપરાંત વર્લ્ડ બેંક, IMF સહિતની સંસ્થાઓમાં મહત્વની જવાબદારીઓ સંભાળી હતી. 
  • તેઓ 1961 થી 1968 દરમિયાન નાસાના સંચાલક પણ રહ્યા હતા તેમજ સમાનવ ચંદ્રયાનને સફળ બનાવવાની જવાબદારી પાર પાડી હતી.
James Webb Space Telescope

Post a Comment

Previous Post Next Post