- આ માહિતી રાજ્યસભામાં અપાયેલ એક જવાબમાં અપાઇ છે.
- આ માહિતી મુજબ જામનગર જિલ્લો છ મહિનામાં રુ. 1.66 લાખ કરોડ સાથે દેશનો સૌથી વધુ નિકાસ કરતો જિલ્લો બન્યો છે.
- ભારતના સૌથી વધુ નિકાસ કરતા 30 જિલ્લાઓમાં ગુજરાતના 8 જિલ્લાઓનો સમાવેશ થાય છે જેમાં જામનગર પ્રથમ સ્થાને, સુરત બીજા સ્થાન પર, ભરુચ છઠ્ઠા સ્થાન પર, અમદાવાદ આઠમાં સ્થાન પર, દેવભૂમિ દ્વારકા 11માં સ્થાન પર, કચ્છ 12માં સ્થાન પર, વડોદરા 22માં સ્થાન પર તેમજ વલસાડ 23માં સ્થાન પર છે.
- દેશમાં સૌથી વધુ નિકાસ કરતા રાજ્યોમાં ગુજરાત રાજ્યની હિસ્સેદારી 44% છે.