- ચીનની રાજધાની બીજિંગ ખાતે વર્ષ 2022માં થનાર વિન્ટર ઓલિમ્પિકનો બહિષ્કાર કરવાની અમેરિકા દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
- અમેરિકી પ્રમુખ જૉ બાઇડને આ રમતોત્સવમાં બાઇડન તંત્રના કોઇપણ અધિકારી અથવા રાજકીય પ્રતિનિધિમંડળને નહી મોકલે.
- આવું કરવાનું મુખ્ય કારણ ચીનના શિનજિયાન પ્રાંત અને ચીનમાં થઇ રહેલ માનવાધિકારોનું ઉલ્લંઘન જણાવાયું છે.
- આ રમતોત્સવની શરુઆત ફેબ્રુઆરી, 2022માં થનાર છે.
- જો કે અમેરિકા દ્વારા આ રમતોત્સવમાં ભાગ લેનાર એથ્લીટોને પૂરો સહયોગ આપવાની વાત પણ કરવામાં આવી છે.