- આ ઉત્સવ ભારતની આઝાદીના 75 વર્ષ પુરા થયે ઉજવાઇ રહેલ 'આઝાદી કા અમૃત મહોત્સવ' ના ભાગરુપે ઉજવાઇ રહ્યો છે.
- આ ઉત્સવ આજથી 30 ડિસેમ્બર એમ કુલ પાંચ દિવસ ચાલનાર છે.
- આ ઉત્સવમાં સફાઇ, દેશભક્તિ, પ્રકૃતિ, પર્યાવરણ અને ભક્તિ-આધ્યાત્મિકતા આધારિત વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવશે.
- આ ઉત્સવમાં સાબરમતી, નર્મદા અને તાપી નદીઓનું મહત્વ સમજાવી તેને સ્વચ્છ બનાવવાનો સંકલ્પ કરવામાં આવશે.
- સાયક્લોથોન-2021માં સાયકલ ચાલન થકી બિનચેપી રોગથી મુક્તિ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે જેમાં 1,10,000 થી વધુ સાયકલ સવારો 'ફિટ ઇન્ડિયા, ફિટ ગુજરાત' ચળવળ વિશે જાગૃતિ લાવવા માટે સાયક્લોથોનમાં જોડાશે.