નાસાના આર્ટિમસ કાર્યક્રમ માટે 10 લોકોની પસંદગી કરવામાં આવી.

  • નાસા દ્વારા લગભગ 50 વર્ષ બાદ ચંદ્ર પર માણસને મોકલવા માટે આર્ટિમસ નામના કાર્યક્રમ માટે અરજીઓ મંગાવવામાં આવી હતી જેના માટે લગભગ 12,000 લોકોએ અરજી કરી હતી. 
  • આ તમામ અરજીઓમાંથી નાસા દ્વારા કુલ 10 લોકોની પસંદગી કરવામાં આવી છે. 
  • આ 10 લોકોમાં ત્રણ મહિલાઓ તેમજ ભારતીય મૂળના અનિલ મેનનનો પણ સમાવેશ કરાયો છે. 
  • આ કાર્યક્રમ માટે પસંદગી પામેલ લોકોમાંથી મોટા ભાગના લોકો આર્મી અથવા નેવીનું બેકગ્રાઉન્ડ ધરાવે છે. 
  • અગાઉ નાસા દ્વારા વર્ષ 2017માં સ્પેસ પ્રોગ્રામ માટે જેઓની પસંદગી કરવામાં આવી હતી તેમા ભારતીય મૂળના રાજા ચારીની પસંદગી થઇ હતી જેઓ હાલ પણ અંતરિક્ષમાં છે.
NASA Artemis

Post a Comment

Previous Post Next Post