- આ રિપોર્ટ મુજબ ભારતની કુલ રાષ્ટ્રીય આવકના 20%થી વધુ સંપતી ફક્ત 1% લોકો પાસે છે!
- દેશની 50% વસ્તી કુલ રાષ્ટ્રીય આવકનો ફક્ત 13% હિસ્સો જ ધરાવે છે.
- વર્ષ 2021નો આ રિપોઋત લુકાસ ચાન્સેલ અને ફ્રાન્સના અર્થશાસ્ત્રી થોમસ પિકેટ્ટી દ્વારા તૈયાર કરાયો છે.
- વર્ષ 2021ના આ રિપોર્ટ મુજબ ભારતની એડલ્ટ વસ્તીની રાષ્ટ્રીય સરેરાશ આવક રુ. 2,04,200 હતી જેને ખરીદશક્તિના આધારે ગણતરી કરવામાં આવી હતી.
- 1980ના આર્થિક સુધારાઓ પછી ભારતમાં ઉદાર નીતિઓ અપનાવવામાં આવી હતી જેને લીધે સંપત્તિની અસમાનતામાં નોંધપાત્ર વધારો થયો હતો.
- આ સુધારાઓને લીધે સૌથી વધુ લાભ ટોચના 1% લોકોને થયો હતો, મધ્યમ વર્ગના ગ્રૂપને ઓછામાં ઓછો ફાયદો થયો હતો જ્યારે ગરીબોની સ્થિતિ જેમની તેમ રહી હતી.
- આ રિપોર્ટ મુજબ ભારત્માં ગ્રીન હાઉસ ગેસનો માથાદીઠ વપરાશ ફક્ત 2 Carbon dioxide equivalent (CO2e) છે.