- પંજાબ રાજ્ય સરકાર દ્વારા બિન-આરક્ષિત વર્ગ (જનરલ કેટેગરી / સવર્ણ) આયોગના ગઠનને મંજૂરી અપાઇ છે.
- આ આયોગ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના પ્રભાવી અમલ સિવાય અનારક્ષિત વર્ગોના હિતની રક્ષા કરવાનું કામ કરશે.
- ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ વર્ષ 2018માં આ પ્રકારના બિન-અનામત આયોગની રચના પાટીદાર આંદોલન બાદ કરવામાં આવી હતી.
- ગુજરાત દેશનું પ્રથમ એવુ રાજ્ય છે જેણે Economically Weaker Sections (EWS) કેટેગરી હેઠળ બિન-અનામત વર્ગો માટે 10% અનામત જાહેર કરી છે.
- આ રિઝર્વેશન માટે ભારતના બંધારણમાં 103મો સુધારો કરવામાં આવ્યો હતો જેના માટેનું બિલ થાવરચંદ ગહેલોતે રજૂ કર્યું હતું તેમજ તેના પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 12 જાન્યુઆરી, 2019ના રોજ હસ્તાક્ષર કરી તેને લાગૂ કર્યું હતું.