અમેરિકાએ ચીનના શિનજિયાંગથી આયાત પર પ્રતિબંધ લાગૂ કરતો કાયદો પસાર કર્યો.

  • આ કાયદો અમેરિકી સેનેટમાં પહેલેથી જ પૂર્ણ બહુમતીથી પસાર થઇ ગયો હતો જેના પર હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થઇ ગયા હોવાથી તે કાયદો બની ગયો છે. 
  • આ કાયદામાં ચીનના શિનજિયાંગમાંથી કોઇપણ ચીજવસ્તુઓના આયાત પર પ્રતિબંધ લાગૂ પડાયો છે. 
  • ચીનના શિનજિયાંગ વિસ્તારમાં ઉઇગર મુસ્લિમની વધુ વસ્તી છે તેમજ તે વસ્તી પર ચીન જનસંહાર કરાવી રહી હોવાનું વિવિધ માનવાધિકાર સમૂહો અને પત્રકારો દ્વારા જ્ણાવાયું છે. 
  • આ સિવાય એવા પણ આરોપ છે કે આ લોકો પર નસબંધી કાર્યક્રમ ચલાવાઇ રહ્યો છે તેમજ તેઓ પાસે જબરજસ્તી મજૂરી કરાવવામાં આવી રહી છે. 
  • આ તમામ આરોપોને ધ્યાને લઇ અમેરિકાએ આ કાયદો પસાર કર્યો છે. 
  • ઉલ્લેખનીય છે કે અમેરિકા અને પાંચ અન્ય દેશોએ ચીનમાં થઇ રહેલ માનવાધિકારોના હનનના વિરોધ સ્વરુપે બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિક 2022નો રાજનાયિક બહિષ્કારની ઘોષણા કરેલ છે.
Biden - Xi

Post a Comment

Previous Post Next Post