- મહિલા ટેનિસ સંઘ (WTA) દ્વારા આ નિર્ણય ચીનની મહિલા ખેલાડી પેંગ શુઆઇ ગુમ થઇ હોવાથી લેવાયો છે.
- આ વર્ષે ચીનમાં કુલ 11 કાર્યક્રમ થનાર હતા જે તમામને WTA દ્વારા ઉપરોક્ત મામલાનો હવાલો આપી રદ્દ કરવામાં આવ્યા છે.
- ઉલ્લેખનીય છે કે ચીનની ગુમ થયેલ ખેલાડી પેંગ શુઆઇએ થોડા દિવસ પહેલા જ દેશના પૂર્વ ઉપ-પ્રધાનમંત્રી ઝાંગ ગાઓલી પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો જેના થોડા સમય બાદ જ તેણી ગુમ થઇ છે.