09 જાન્યુઆરી: પ્રવાસી ભારતીય દિવસ

  • આ દિવસ વર્ષ 2003થી 9 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે. 
  • વર્ષ 1915માં એમ. કે. ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા હોવાથી આ દિવસ મનાવાય છે. 
  • આ દિવસની સંકલ્પના લક્ષ્મીમલ સિંઘવી દ્વારા કરવામાં આવી હતી જેઓ પ્રવાસી ભારતીયો માટે બનાવાયેલી ઉચ્ચ સ્તરની સમિતિના અધ્યક્ષ પણ હતા. 
  • હાલ વિશ્વમાં 3.2 કરોડથી વધુ ભારતીયો વસે છે! 
  • ભારતમાંથી દર વર્ષે લગભગ 25 લાખ લોકો વિદેશ જાય છે જે આંકડો પણ કોઇ એક દેશમાંથી જતા લોકો બાબતે સૌથી વધુ છે. 
  • વિદેશમાં વસતા ભારતીયોમાં 70% એટલે કે લગભગ 2 કરોડથી વધુ ભારતીયો અમેરિકામાં વસે છે! 
  • આ સિવાય યુએઇ, સાઉદી અરેબિયા, મ્યાનમાર, બ્રિટન, કેનેડા તેમજ શ્રીલંકા જેવા દેશોમાં ભારતીયો વસે છે. 
  • પ્રવાસી નાગરિકો પાસેથી ધન મેળવનાર વિશ્વના વિવિધ દેશોમાં ભારત વર્ષ 2008થી પ્રથમ સ્થાન પર છે. 
  • કોરોના મહામારી હોવા છતા વર્ષ 2021માં પ્રવાસી ભારતીયોએ ભારતમાં લગભગ 87 અબજ ડોલર જેટલી રક્મ મોકલી છે.
9 January Pravasi Bhartiya Diwas

Post a Comment

Previous Post Next Post