- આ વર્ષે 42મો સપ્તક સંગીત સમારોહ યોજાશે જે 13 રાત્રિ સુધી ચાલશે.
- આ કાર્યક્રમ વિશ્વનો સૌથી લાંબો શાસ્ત્રીય સંગીત સમારોહ છે.
- આ વર્ષે આ કાર્યક્રમમાં 145થી વધુ શાસ્ત્રીય સંગીતના કલાકારો પોતાનું પર્ફોર્મન્સ રજૂ કરશે.
- આ વર્ષનો કાર્યક્રમ પદ્મવિભૂષણ પંડિત જસરાજ અને પદ્મભૂષણ પંડિત રાજન મિશ્રાને સમર્પિત કરાયો છે.
- આ સમારોહની શરુઆત વર્ષ 1980થી કરવામાં આવી છે જેનું સૌપ્રથમ ઉદ્ઘાટન પંડિત રવિશંકર અને કિશન મહારાજના હસ્તે કરાયું હતું.
- વર્ષ 2010થી આ એક દિવસીય સમારોહનો વિસ્તાર કરીને 13 દિવસનો કરાયો છે.