- આ સમિટ ગુજરાતમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાશે.
- આ સમિટમાં 26 પાર્ટનર દેશ, 15 વિદેશ મંત્રીઓ, 4 દેશના ગવર્નર તેમજ 5 દેશોના પ્રધાનમંત્રી હાજર રહેશે.
- પ્રથમવાર મિખાઇલ મિશુસ્ટિન (રશિયા), પ્રબિંદ જુગનાથ (મોરેશિયસ), ફિલિપ ન્યુસી (મોઝામ્બિક), શેર બહાદુર દેઉબા (નેપાળ) અને જાનેઝ જાન્સા (સ્લોવેનિયા) એમ કુલ પાંચ દેશોના વડા હાજર રહેશે.
- આ સમિટની શરુઆત વર્ષ 2003થી કરવામાં આવી હતી જે દર બે વર્ષે ગુજરાતમાં આયોજિત થાય છે.
- આ વર્ષે આ સમિટની 10મી આવૃતિ યોજાશે.
- પ્રથમ સમિટ વર્ષ 2003માં નવરાત્રિ દરમિયાન યોજાઇ હતી.