- આ યાદી મુજબ અનુરાધા શર્મા પુજારીને આસામી ભાષા માટેનો, બ્રત્ય બાસુને બંગાળી માટે, દયા પ્રકાશ સિંહાને હિંદી ભાષા માટે, નમીતા ગોખલેને અંગ્રેજીની નવલકથા "Things to Leave Behind" માટે પુરસ્કાર અપાયો છે.
- આ પુરસ્કારોમાં ગુજરાતી, મણીપુરી, મૈથિલી અને ઉર્દૂ ભાષા માટેના પુરસ્કારોની હાલ સુધી ઘોષણા કરવામાં આવી નથી.
- ઉલ્લેખનીય છે કે સાહિત્ય અકાદમી દ્વારા ભારતના બંધારણની આઠમી અનુસૂચિમાં સામેલ 22 ભારતીય ભાષાઓ માટે દર વર્ષે પુરસ્કાર આપવામાં આવે છે.
- આ પુરસ્કાર આપવાની શરુઆત વર્ષ 1954થી કરવામાં આવી છે.
- વર્ષ 2020માં છેલ્લે ગુજરાતી ભાષા માટેનો પુરસ્કાર હરિશ મીનાશ્રુને તેઓની કવિતા 'બનારસ ડાયરી' માટે અપાયો હતો.