- ન્યુઝીલેન્ડના દિગ્ગજ બેટર રોસ ટેલરે ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ વિરુદ્ધની વન-ડે રમ્યા બાદ પોતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લેશે તેવી જાહેરાત કરી છે.
- 2006માં ન્યુઝીલેન્ડ માટે ડેબ્યૂ કરનાર રોસ ટેલર ત્રણેય ફોર્મેટમાં 100થી વધુ મેચ રમી ચૂક્યા છે.
- ત્રણેય ફોર્મેટમાં 100થી વધુ મેચ રમનાર તે વિશ્વના એકમાત્ર ખેલાડી છે જેણે 233 વન-ડે, 110 ટેસ્ટ તેમજ 102 ટી-20 મેચ રમી છે.