- આ આંકડાઓ મુજબ વર્ષ 2021માં વિશ્વની વસ્તીમાં કુલ 7.4 કરોડ લોકોનો ઉમેરો થયો છે અને વિશ્વની કુલ વસ્તી 780 કરોડ પર પહોંચી છે! - જો કે વિશ્વની વસ્તીના અંદાજિત ગ્રોથ કરતા આ વસ્તી 0.06% ઓછી છે.
- વિશ્વની હાલની વસ્તીમાં 140 કરોડ લોકો સાથે ચીન પ્રથમ ક્રમ, 138 કરોડની વસ્તી સાથે ભારત બીજા ક્રમે તેમજ 33.2 કરોડની વસ્તી સાથે અમેરિકા ત્રીજા સ્થાન, 27.5 કરોડ સાથે ઇન્ડોનેશિયા ચોથા સ્થાન પર તેમજ 23.8 કરોડની વસ્તી સાથે પાકિસ્તાન પાંચમાં સ્થાન પર છે.
- વસ્તીના એક અંદાજ મુજબ વર્ષ 2100 સુધી વસ્તી વધારો યથાવત રહેશે ત્યારબાદ પણ ભારત, પાકિસ્તાન, ઇજિપ્ત, કોંગો, ઇન્ડોનેશિયા, નાઇઝિરિયા, તાન્ઝાનિયા, ઇથોપિયા અને અમેરિકા એમ કુલ 9 દેશોમાં વધારો ચાલુ રહેશે.
- વર્ષ 2100 બાદ સૌથી વધુ 20% ઘટાડો બલ્ગેરિયા, લાટવિયા, લિથુઆનિયા અને યૂક્રેનમાં પ્રજનન ક્ષમતા ઓછી થવાને લીધે થશે.
- લાન્સેટના એક અભ્યાસ મુજબ વર્ષ 2064 સુધીમાં વિશ્વની વસ્તી 970 કરોડ સુધી પહોંચી જશે.