બીટિંગ ધી રિટ્રીટ સમારંભમાંથી ખ્રિસ્તી પ્રાર્થનાને હટાવવામાં આવી.

  • 29મી જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની ઉજવણીના અંતિમ ભાગ રુપે થતા Beating the retreat નામના આ કાર્યક્રમમાંથી કેન્દ્ર સરકાર દ્વારા ખ્રિસ્તી પ્રાર્થના Abide with me ને હટાવાઇ છે. 
  • આ પ્રાર્થના વર્ષ 1847માં સ્કોટિશ-એન્ગિલકન કવિ હેનરી ફ્રાન્સિસ દ્વારા લખવામાં આવી હતી જેના માટે સ્ત્રોતશાસ્ત્રી (હિમ્નોલોજિસ્ટ) હેનરી ફ્રેન્કિસે ધૂન બનાવી હતી. 
  • આ પ્રાર્થના બીટિંગ રિટ્રીટ સમારંભના અંતમાં બેન્ડ દ્વારા વગાડવામાં આવતી હતી. 
  • વર્ષ 2020માં પણ આ ધૂનને પડતી મુકવામાં આવી હતી પણ આ નિર્ણય બાદ હોબાળો મચતા સરકારે ફરીથી તેને સામેલ કરવાની ફરજ પડી હતી. 
  • આ વર્ષના આ સમારંભમાં વગાડવામાં આવનારી 26 ધૂનોની યાદીમાં આ પ્રાર્થનાને બાદ કરવામાં આવી છે. 
  • આ વર્ષે આ પ્રાર્થનાને બદલે કવિ પ્રદીપ દ્વારા લિખિત અને લતા મંગેશકરે ગાયેલ ગીત 'એ મેરે વતન કે લોગો' વગાડવામાં આવશે. 
  • ઉલ્લેખનીય છે કે અબાઇડ વિથ મી નામની આ પ્રાર્થના એમ. કે. ગાંધીને ખુબ ગમતી હતી.
beating the retreat

Post a Comment

Previous Post Next Post