આસામ રાજ્ય સરકાર ઉદ્યોગપતિ રતન તાતાને 'અસમ વૈભવ' પુરસ્કારથી સન્માનિત કરશે.

  • આસામ રાજ્ય દ્વારા ઉદ્યોગપતિ રતન તાતાને કેન્સર રોગીઓ માટે સારસંભાળ અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા બદલ 'અસમ વૈભવ' પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. 
  • આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમા દ્વારા ગયા મહિને જ 'અસમ સૌરવ' અને 'અસમ ગૌરવ' પુરસ્કાર વિજેતાઓની પણ ઘોષણા કરવામાં આવી હતી. 
  • આ ઘોષણા સ્વ. છોલુંગ સુક્ફા શાસનની ઉજવણી દરમિયાન 2 ડિસેમ્બરના રોજ કરવામાં આવી હતી. 
  • સુક્ફા આસામ રાજ્યમાં અહોમ રાજવંશના સ્થાપક હતા જેઓએ 600 વર્ષ સુધી રાજ્યમાં શાસન કર્યું હતું. 
  • આસામ રાજ્ય સરકાર દ્વારા 'અસમ સૌરવ' પુરસ્કાર પાંચ લોકોને અપાશે જેમાં ઓલિમ્પિક મેડલ વિજેતા ખેલાડીઓ, પ્રોફેસર અને ડોક્ટર્સનો સમાવેશ છે તેમજ 'અસમ ગૌરવ' પુરસ્કાર આસામમાં કોવિડ-19 વેક્સિનેશન અભિયાનમાં મદદરુપ થનાર મેડિકલ ક્ષેત્રના લોકોને અપાશે. 
  • 'અસમ વૈભવ' પુરસ્કારમાં પાંચ લાખ રોકડ, 'અસમ સૌરવ' પુરસ્કારમાં ચાર લાખ રોકડ તેમજ 'અસમ ગૌરવ' પુરસ્કારમાં ત્રણ લાખ રોકડનો સમાવેશ થાય છે.
Asam Vaibhav Ratan Tata

Post a Comment

Previous Post Next Post