ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર 2 માર્ચથી શરુ થશે.

  • ગુજરાત રાજ્યની વિધાનસભામાં નાણાકીય વર્ષ 2022-23ના બજેટ માટે 2 માર્ચથી 31 માર્ચ સુધી બજેટ સત્ર યોજાશે. 
  • આ સત્રમાં ગુજરાતના નાણામંત્રી કનુભાઇ દેસાઇ 3 માર્ચના રોજ રાજ્યનું બજેટ રજૂ કરશે. 
  • આ બજેટનું સંભવિત કદ રુ. 2.32 લાખ કરોડનું હોવાની શક્યતા છે. 
  • સામાન્ય રીતે વિધાનસભાનું બજેટ સત્ર ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહથી 32 થી 35 દિવસ માટે યોજાતું હોય છે પરંતુ હાલની કોરોના સ્થિતિને ધ્યાને રાખી આ સત્ર 2 માર્ચથી શરુ કરવામાં આવશે. 
  • આ સત્રમાં શનિ-રવિ અને 8 જાહેર રજાઓ હોવાથી કુલ 21 દિવસ કામ કરવામાં આવશે.
Gujarat Vidhansabha

Post a Comment

Previous Post Next Post