કેન્દ્રીય કેબિનેટ દ્વારા ભારત અને નેપાળ વચ્ચે નદી પર પુલ બનાવવા માટેની સમજૂતીને મંજૂરી અપાઇ.

  • ભારત અને નેપાળ સરકાર દ્વારા ભારતના ઉત્તરાખંડના ધારચૂલામાં મહાકાલી નદી પર પુલ બનાવવા માટે એક સમજૂતી પર હસ્તાક્ષર થનાર છે જેના માટે કેન્દ્રીય કેબિનેટ દ્વારા આ મંજૂરી અપાઇ છે. 
  • આ પુલના નિર્માણનું કામ ત્રણ વર્ષમાં પુરુ કરવાનું સરકારનું લક્ષ્ય છે. 
  • આ પુલથી ઉત્તરાખંડના લોકો અને નેપાળ ક્ષેત્રના લોકોને વેપારમાં લાભ મળશે તેમજ ભારત અને નેપાળના સંબંધો મજબૂત બનશે. 
  • ઉત્તરાખંડ ઉત્તરમાં ચિનના તિબેટ ક્ષેત્ર, પૂર્વમાં નેપાલના સુદૂર પશ્ચિમ પ્રાંત, દક્ષિણમાં ઉત્તર પ્રદેશ રાજ્ય અને પશ્ચિમ તેમજ ઉત્તર પશ્ચિમમાં હિમાચલ પ્રદેશ રાજ્યની સરહદ સાથે જોડાયેલ છે.
India Nepal

Post a Comment

Previous Post Next Post