- ભારતના સંરક્ષણ મંત્રાલય દ્વારા આ નિર્ણય લેવાયો છે જેના મુજબ 351 સંરક્ષણ સાધનોની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે.
- આ નિર્ણય બાદ આ તમામ સાધનોને બીજા દેશમાંથી આયાત નહી કરી શકાય.
- આ નિર્ણય ભારતને સંરક્ષણ ઉપકરણોનું ઉત્પાદન હબ બનાવવા માટે 'મેક ઇન ઇન્ડિયા' અને આત્મનિર્ભર ભારત હેઠળ લેવાયો છે.
- આ 351 સાધનોમાંથી 172 સાધનો પરનો પ્રતિબંધ ડિસેમ્બર, 2022થી તેમજ અન્ય 89 સાધનો પરનો પ્રતિબંધ ડિસેમ્બર, 2023થી લાગૂ પડશે.
- આ નિર્ણયની સાથોસાથ સંરક્ષણ મંત્રાલય દ્વારા 2500 એવી વસ્તુઓની યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે જેનું સ્વદેશીકરણ થઇ ચુક્યું છે.