- કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા પોતાના બે માપદંડો પર સંસ્થાઓનું રેન્કિંગ Atal Ranking of Institutions on Innovation Achievements (ARIIA) પ્રસિદ્ધ કરાયું છે.
- આ રેન્કિંગમાં ટોપ 10 સંસ્થાઓમાં ક્રમાનુસાર IIT મદ્રાસ, IIT બોમ્બે, IIT દિલ્હી, IIT કાનપુર, IIT રુરકી, IISC બેગ્લુરુ, IIT હૈદ્રાબાદ, IIT ખડગપુર, NIT કાલીકટ અને MNIT પ્રયાગરાજનો સમાવેશ થાય છે.
- આ યાદીમાં આઇઆઇટી મદ્રાસ, બોમ્બે અને દિલ્હી સતત ત્રણ વર્ષથી ટોપ-3 પર છે.
- સ્ટેટ યુનિવર્સિટીઓની યાદીમાં પ્રથમવાર પંજાબ યુનિવર્સિટી ટોચ પર રહી છે.
- સ્ટેટ યુનિવર્સિટીમાં પંજાબ બાદ ક્રમાનુસાર દિલ્હી ટેક્નિકલ યુનિવર્સિટી, નેતાજી સુભાષ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી, ચૌધરી ચરણસિંહ હરિયાણા એગ્રીકલ્ચર યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.
- રાજ્યોની આ યાદીમાં ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી સાતમાં ક્રમે તેમજ ગુજરાત યુનિવર્સિટી નવમાં ક્રમ પર છે.