- કેન્દ્રીય શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને 'પઢે ભારત' નામથી એક અભિયાન લોન્ચ કર્યું છે જેમાં લોકોને 100 દિવસ પુસ્તકો વાંચવા માટે અપીલ કરવામાં આવશે.
- આ અભિયાનનું મુખ્ય લક્ષ્ય બાલવાટિકાઓથી ધોરણ 8 સુધીના બાળકોને વાંચનની આદત પાડવાનું છે.
- આ અભિયાન 14 સપ્તાહ સુધી એટલે કે લગભગ 100 દિવસ સુધી ચાલશે જેમાં વાંચનને સરળ અને આનંદદાયી બનાવવા તેમજ જીવન સાથે જોડાયેલ બાબત તરીકે ડિઝાઇન કરાયું છે.
- ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં આ બાબતનો પાયલોટ પ્રોજેક્ટ તરીકે 'વાંચે વિદ્યાર્થી' નામથી 100 દિવસનું એક અભિયાનનો ગુજરાતમાં પ્રારંભ કરાયો હતો.