- આ મહિલાઓમાં રિના અમિરી અને સ્ટેફની ફોસ્ટરનો સમાવેશ થાય છે.
- રિના અમિરીની સ્પેશિયલ એન્વોય તરીકે નિયુક્તિ કરવામાં આવી છે જે અફઘાનિસ્તાનમાં મહિલાઓ, બાળકીઓ અને માનવાધિકાર પર કામ કરશે તેમજ સ્ટેફની ફોસ્ટર અફઘાનિસ્તાનમાં મહિલાઓ અને બાળકીઓની બાબતની સિનિયર એડવાઇઝર તરીકે નિયુક્તિ પામી છે.
- અમેરિકા દ્વારા આ પગલું તાલિબાન સરકાર દ્વારા અફઘાનિસ્તાનમાં મહિલાઓ પર લગાવાયેલ નવા પ્રતિબંધો બાદભરાયું છે.
- ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર દ્વારા હાલમાં જ મહિલાઓ અને બાળકીઓ પર વિવિધ પ્રતિબંધો લાગુ પડાયા છે જેમાં તેઓને શાળામાં જવા પર, કામ પર જવાના તેમજ રોડ રસ્તાઓ પર 75 કિ.મી. થી વધુ યાત્રા કરવા સહિતના પ્રતિબંધો સામેલ છે.