- આ સ્પોર્ટ્સ યુનિવર્સિટી ઉત્તર પ્રદેશના મેરઠના સરધના શહેરના સલાવા અને કૈલી ગામમાં બનનાર છે.
- આ યુનિવર્સિટી બનાવવાનો અંદાજિત ખર્ચ 700 કરોડ રુપિયા થશે.
- આ યુનિવર્સિટીમાં સિન્થેટિક હૉકી ગ્રાઉંડ, ફૂટબોલ ગ્રાઉન્ડ, બાસ્કેટબોલ, વૉલીબોલ, હેન્ડ બોલ, કબડ્ડી ગ્રાઉન્ડ, લૉન ટેનિસ કોર્ટ, જિમ્નેશિયમ હૉલ, સિન્થેટિક રનિંગ સ્ટેડિયમ, સ્વિમિંગ પુલ, મલ્ટીપલ હૉલ તેમજ સાઇક્લિંગ વેલોડ્રોમની સુવિધા રહેશે.
- આ યુનિવર્સિટીમાં 540 મહિલાઓ, 540 પુરુષ સહિત 1080 ખેલાડીઓને પ્રશિક્ષિત કરવાની ક્ષમતા રહેશે.