કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાન મંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી.

  • વર્ષ 2021ના આ પુરસ્કાર માટે સમગ્ર દેશમાંથી 29 બાળકોની પસંદગી કરવામાં આવી હતી જેમાં 15 છોકરાઓ તેમજ 14 છોકરીઓ છે. 
  • ગુજરાતમાંથી સુરતની અન્વી ઝાંઝરુકિયાને આ પુરસ્કાર અપાયો છે. 
  • તેણીને 'રબર ગર્લ' તરીકે પણ ઓળખવામાં આવે છે. 
  • અન્વી શારીરિક રીતે અક્ષમ હોવા છતા યોગાસનમાં વૈશ્વિક ખ્યાતિ મેળવી હોવાથી તેને આ પુરસ્કાર અપાયો છે. 
  • Pradhan Mantri Rashtriya Bal Puraskar (PMRBP) ની શરુઆત વર્ષ 1957થી થઇ છે. 
  • વર્ષ 1957માં 2 ઑક્ટોબર (ગાંધી જયંતિ) ના દિવસે આ દિલ્હીના રામલીલા મેદાન ખાતે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુંની હાજરીમાં એક સમારોહમાં શોર્ટ સર્કિટને લીધે આગ લાગી હતી જેમાં 14 વર્ષના હરિશચંદ્ર મેહરા નામના બાળકે ચાકુ વડે મંડપને ફાડી અને ઘણા વ્યક્તિઓના જીવ બચાવ્યા હતા જે જોઇ તત્કાલીન વડાપ્રધાન નહેરુએ આવા વીર બાળકોને પુરસ્કૃત કરવા માટે પુરસ્કારની સ્થાપના કરવાનું વિચાર્યું હતું. 
  • વર્ષ 1979 સુધી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા 'બાલ કલ્યાણ પુરસ્કાર'ની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ 1996માં 'બાલ શક્તિ પુરસ્કાર' અને 'National Child Award' ની સ્થાપના કરવામાં આવી. 
  • છેલ્લે વર્ષ 2018માં આ બન્ને પુરસ્કારનો સમન્વય કરી પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર બનાવાયો જેને હાલ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા અપાય છે. 
  • આ પુરસ્કાર 26 જાન્યુઆરી (ગણતંત્ર દિવસ)ના રોજ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનના દરબાર હૉલ ખાતે આપવામાં આવે છે. 
  • અગાઉ આ પુરસ્કાર રાષ્ટ્રીય બાલ દિવસ (14 નવેમ્બર)ના રોજ આપવામાં આવતો હતો. 
  • આ પુરસ્કાર મેળવવા માટેની યોગ્યતા 31 ઑગષ્ટના રોજ બાળકની ઉંમર 5 વર્ષથી વધુ તેમજ 18 વર્ષથી ઓછી હોવી જોઇએ જેમાં કોઇ શૈક્ષણિક લાયકાત સામેલ નથી. 
  • આ પુરસ્કાર ઇનોવેશન, સામાજિક સેવા, શિક્ષણ, રમત-ગમત, કલા અને સંસ્કૃતિ તેમજ બહાદુરી કેટેગરીમાં અપાય છે. 
  • એક વાર આ પુરસ્કાર મળી ગયા બાદ બીજી વાર તે બાળક માટે નોમિનેશન થઇ શકતું નથી. 
  • પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારમાં પુરસ્કાર મેળવનાર બાળકને એક મેડલ, 1 લાખ રુપિયા રોકડ, 10 હજાર રુપિયાની કિંમતના પુસ્તક માટેના વાઉચર તેમજ પ્રમાણપત્ર આપવામાં આવે છે. 
  • આ પુરસ્કાર મેળવનાર બાળકને ગણતંત્ર દિવસની પરેડમાં હાજર રહેવાનો મોકો પણ અપાય છે.
PMRBP

Post a Comment

Previous Post Next Post