કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓ માટે એક જ ડિજિટલ પ્રોફાઇલ રહેશે.

  • કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ પ્રકારની યોજનાઓનો લાભ લેવા માટે નાગરિકોએ હવેથી એક જ ડિજિટલ પ્રોફાઇલ બનાવવાની રહેશે. 
  • આ વ્યવસ્થા ઑગષ્ટ, 2022થી શરુ થશે જેને 'સિંગલ સાઇન ઓન સર્વિસ' નામ અપાયું છે. 
  • આ એક એવી સુવિધા હશે જેમાં એક જ આઇડીના માધ્યમથી દરેક પ્રકારની સરકારી સેવાનો લાભ લેવા માટે વેરિફિકેશન કરી શકાશે. 
  • આ સુવિધા દ્વારા લોકોએ અલગ અલગ યુઝરનેમ / આઇડી અને પાસવર્ડ યાદ રાખવાની જરુર નહી પડે. 
  • હાલ પાસપોર્ટ, આધાર, પાનકાર્ડ, ચુંટણી કાર્ડ, ગેસ કનેક્શન સહિતના દસ્તાવેજો માટે અલગ અલગ સરકારી કચેરી / વેબસાઇટ પર અરજી કરવી પડે છે જેના માટે અલગ અલગ યુઝરનેમ / આઇડી અને પાસવર્ડ બનાવવા પડે છે.
Smartphone

Post a Comment

Previous Post Next Post