બ્રિટનમાં ઓમિક્રોનનો સબ-વેરિયન્ટ મળી આવ્યો.

  • કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના દરરોજ લાખો કેસ વિશ્વમાં નોંધાઇ રહ્યા છે ત્યારે બ્રિટનમાં આ વેરિયન્ટનો જ એક સબ-વેરિયન્ટ મળી આવ્યો છે. 
  • આ વેરિયન્ટને BA.2 નામ અપાયું છે જેના બ્રિટનમાં જ 426 કેસ મળી આવ્યા છે. 
  • યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સીના રિપોર્ટ મુજબ ઓમિક્રોનના આ સબ-વેરિયન્ટના અન્ય 40 દેશોમાં પણ કેસ નોંધાઇ ચૂક્યા છે. 
  • ઓમિક્રોનનો આ સબ-વેરિયન્ટ ક્યા દેશમાંથી ઉદ્‌ભવ્યો તેના અંગે હજુ સુધી કોઇ સ્પષ્ટ માહિતી નથી પરંતુ આ સબ-વેરિયન્ટની પ્રથમ સિક્વન્સ ફિલિપાઇન્સથી સબમિટ કરવામાં આવી હતી. 
  • ઉલ્લેખનીય છે કે ભારતમાં પણ હાલ કોરોના સંક્રમણના દરરોજ લગભગ 2.5 લાખ કેસ નોંધાઇ રહ્યા છે જેમાં મોટા ભાગના ઓમિક્રોન વેરિયન્ટ હોવાની શક્યતા છે.
Omicron BA.2

Post a Comment

Previous Post Next Post