- NEET-PG મુદ્દે આર્થિક રીતે નબળા વર્ગ (Economically Weaker Section - EWS) અનામત બાબતનું આ સોગંધનામામાં વાર્ષિક આવકની મર્યાદા 8 લાખ યથાવત રખાઇ છે.
- આ માટે ત્રણ સભ્યોની સમિતિ દ્વારા જે રીતે ભલામણ કરવામાં આવી છે તે રીતે જ ક્વોટાનો લાભ અપાશે.
- આ સોગંધનામું કેન્દ્રના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા રજૂ કરાયું છે.
- કેન્દ્ર સરકાર દ્વારા આ માટે પૂર્વ નાણા સચિવ અજ્ય ભૂષણ, ICSSR ના સભ્ય સચિવ વી. કે. મલ્હોત્રા અને કેન્દ્રના મુખ્ય આર્થિક સલાહકાર સંજીવ સન્યાલની કમિટીની રચના કરવામાં આવી હતી.