- બે દિવસ પહેલા જ વડાપ્રધાન દ્વારા દેશ જોગ કરેલ સંબોધનમાં આ માટેની જાહેરાત કરવામાં આવી હતી.
- આ જાહેરાત મુજબ દેશના 15 થી 18 વર્ષના કિશોરોને કોરોના રસી અપાશે.
- ઉલ્લેખનીય છે વિશ્વના લગભગ 105 દેશોમાં બાળકોને રસી આપવાની શરુઆત થઇ ગઇ છે.
- આવા દેશોમાં અમેરિકામાં 12 થી 17 વર્ષના 63% બાળકોને, બ્રિટનમાં 16 થી 17 વર્ષના 62.5% બાળકોને, જર્મનીમાં 12 થી 17 વર્ષના 59.9% બાળકોને, ઇઝરાયલમાં 12 થી 15 વર્ષના 58.7% બાળકોને તેમજ ઇટલીમાં 12 થી 19 વર્ષના 71.9% બાળકોને કોરોના રસી અપાઇ ચૂકી છે!
- ક્યુબામાં સૌથી ઓછા બે વર્ષના બાળકોને પણ કોરોના રસી અપાઇ રહી છે.