ચીનના કૃત્રિમ સૂર્યએ 7 કરોડ ડિગ્રી તાપમાન સર્જવાનો રેકોર્ડ સર્જ્યો.

  • ચીનના હેફેઇ ખાતે બનાવાયેલ કૃત્રિમ સૂર્યએ  17 મિનિટ સુધી 7 કરોડ ડિગ્રી તાપમાન સર્જિને ઇતિહાસ રચ્યો છે. 
  • આ તાપમાન અસલી સૂર્ય કરતા પાંચ ગણું છે!
  • આ કૃત્રિમ સૂર્ય બનાવવાનો ચીનનો ઉદેશ્ય પોતાની ઊર્જાની જરુરિયાતોને ક્લીન એનર્જી દ્વારા પુરુ કરવાનો છે. 
  • આ કૃત્રિમ સૂર્યનું નામ Experimental Advanced Superconducting Tokamak - EAST છે. 
  • અગાઉ મે, 2021માં ચીને આ સૂર્યના રિએક્ટરને ચાલુ કરીને 101 સેકન્ડ માટે 12 કરોડ ડિગ્રી તાપમાન ઉત્પન્ન કર્યું હતું. 
  • સૌપ્રથમ સોવિયેત વૈજ્ઞાનિક નૈટન યાવલિન્સિકીએ 1958માં આ પ્રકારનો કૃત્રિમ સૂર્ય બનાવ્યો હતો. 
  • હાલ ફ્રાન્સમાં પણ વિશ્વના સૌથી મોટા ન્યુક્લિયર ફ્યુઝન રિસર્ચ પર યોજના ચલાવાઇ રહી છે જે લગભગ વર્ષ 2025માં પુરી થશે. 
  • દક્ષિણ કોરિયા પાસે પણ પોતાનો આ પ્રકારનો કૃત્રિમ સૂર્ય (Korea Superconducting Tokamak Advanced Research (KSTAR) છે જેના દ્વારા 20 સેકન્ડ માટે 10  કરોડ ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઉત્પન્ન કરાયું હતું.
artificial sun

Post a Comment

Previous Post Next Post