એશિયન ગેમ્સ 2022માં 11 વર્ષ બાદ ક્રિકેટનો ફૂલ મેડલ રમતમાં સમાવેશ કરાશે.

  • વર્ષ 2022માં ચીન ખાતે યોજાનાર એશિયન ગેમ્સ 2022માં 11 વર્ષ બાદ ક્રિકેટ રમતનો સમાવેશ કરવામાં આવશે.
  • ક્રિકેટ રમતના સમાવેશ માટે Olympic Council of Asia (OCA) દ્વારા વર્ષ 2019માં નિર્ણય લેવાયો હતો કે વર્ષ 2022થી ક્રિકેટને સામેલ કરવામાં આવશે.
  • એશિયન ગેમ્સમાં વર્ષ 2010માં ક્રિકેટ રમતનો સમાવેશ કરાયો હતો.
  • એશિયન ગેમ્સ 2022 10 સપ્ટેમ્બર થી 25 સપ્ટેમ્બર દરમિયાન ચીનના હેંગઝોઉ ખાતે રમાનાર છે.
  • ભારતે દરેક એશિયન ગેમ્સમાં ઓછામાં ઓછો એક ગોલ્ડ મેડલ જીત્યો જ છે તેમજ વર્ષ 1990ને બાદ કરતા દરેક ગેમ્સમાં ટોપ 10 દેશમાં રહ્યું છે.
  • ભારતે વર્ષ 2018 સુધીમાં એશિયન ગેમ્સમાં 155 ગોલ્ડ મેડલ, 201 સિલ્વર મેડલ અને 316 બ્રોન્ઝ મેડલ એમ કુલ 672 મેડલ જીત્યા છે. 
  • એશિયન ગેમ્સ 2022ના બ્રોડકાસ્ટિંગ માટેના રાઇટ્સ સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા દ્વારા ખરીદવામાં આવ્યા છે.
Asian Games 2022 Logo


Post a Comment

Previous Post Next Post