ભારતીય હૉકીના પૂર્વ કેપ્ટન ચરણજીત સિંહનું 92 વર્ષની વયે નિધન.

  • તેઓના નેતૃત્વમાં ભારતની હૉકી ટીમે વર્ષ 1964માં ટોક્યો ખાતે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
  • તેઓ ભારતની હૉકી ટીમમાં વર્ષ 1950માં સામેલ થયા હતા.
  • વર્ષ 1961માં તેઓ ભારતીય ટીમના કેપ્ટન બન્યા હતા.
  • વર્ષ 1960ની ઓલિમ્પિક ગેમ્સમાં ભારતે સિલ્વર મેડલ તેમજ વર્ષ 1962ની એશિયન ગેમ્સમાં ભારતે સિલ્વર મેડલ જીત્યો ત્યારે તેઓ ટીમનો હિસ્સો હતા.
  • ભારત સરકાર દ્વારા તેઓને અર્જૂન એવોર્ડ તેમજ પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો હતો.
Hockey Captain Charanjit Singh


Post a Comment

Previous Post Next Post