ભારતના 75 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર ગણતંત્ર દિવસની પરેડ મોડી શરુ થશે.

  • 26 જાન્યુઆરીના રોજ યોજાનાર ગણતંત્ર દિવસની પરેડ 75 વર્ષના ભારતના ઇતિહાસમાં પ્રથમવાર 30 મિનિટ મોડી શરુ થશે. 
  • આ મોડુ કોરોના પ્રોટોકોલને લીધે થશે. 
  • ઉલ્લેખનીય છે કે આ વર્ષે કોરોના મહામારીને લીધે ગણતંત્ર દિવસ સમારોહના આયોજનમાં લગભગ 25,000 લોકોને જ સામેલ થવાની મંજૂરી છે. 
  • દર વર્ષે 90 મિનિટની આ પરેડ 10 વાગ્યે શરુ થાય છે જે આ વર્ષે 10:30 વાગ્યે શરુ થશે અને રાયસીના હિલથી શરુ થઇ રાજપથ અને ઇન્ડિયા ગેટ પર થઇને લાલ કિલ્લા પર સમાપ્ત થશે. 
  • આ વર્ષે ગણતંત્ર દિવસની ઉજવણીમાં ભારતીય વાયુસેનાના રાફેલ, નૌસેનાના મિગ-29કે, પી-8આઈ તેમજ જેગુઆર વિમાન પણ પોતાની ક્ષમતા દર્શાવશે. 
  • આ સિવાય હેલીકોપ્ટર અશ્લેષા, એમ કે 1 રડાર વગેરેનો પણ સમાવેશ કરાશે.
Parade

Post a Comment

Previous Post Next Post