ગુગલ દ્વારા ભારતમાં ગુગલ મેપ પર 'પ્લસ કોડ' સુવિધા શરુ કરવામાં આવી.

  • ટેક જાયન્ટ કંપની ગુગલ દ્વારા ભારતમાં પોતાની નકશા માટેની પ્રોડક્ટ 'ગુગલ મેપ'માં 'પ્લસ કોડ' સુવિધા શરુ કરવામાં આવી છે.
  • આ સુવિધા દ્વારા વ્યક્તિ પોતાના લોકેશનને ડિજિટલ સરનામા સ્વરુપે શેર કરી શકશે.
  • આ સુવિધા દ્વારા જે લોકો પાસે પોતાનું ફોર્મલ સરનામું ન હોય તેઓ પણ ચોક્કસ લોકેશન બીજા વ્યક્તિ સાથે સહેલાઇથી શેર કરી શકશે.
  • ગુગલ દ્વારા આ માટે એક મહિના પહેલા પાઇલટ પ્રોજેક્ટ (બીટા વર્ઝન) શરુ કરાયું હતું.
  • ગુગલ મેપમાં પ્લસ કોડનું ફોર્મેટ xxxx+xxx પ્રકારનું રહેશે.
  • ગુગલ દ્વારા પોતાની મેપ પ્રોડક્ટ વર્ષ 2005માં શરુ કરવામાં આવી હતી.
Google Map Plus Code


Post a Comment

Previous Post Next Post