સ્વદેશી હેલિકોપ્ટર MK-3 ને INS ઉત્ક્રોશમાં સામેલ કરાયું.

  • Hindustan Aeronautics Limited (HAL) દ્વારા સ્વદેશી ટેક્નોલોજીથી બનાવેલ Advanced Light Helicopter (ALH) ને નૌકાદળના એર સ્ટેશન INS Utkrosh ખાતે સામેલ કરાયું છે.
  • હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા અત્યાર સુધીમાં આ પ્રકારના 300થી વધુ એડ્વાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર તૈયાર કરાયા છે.
  • MK III નામના આ હેલિકોપ્ટરને 'ધ્રૂવ' નામ અપાયું છે.
  • ભારતના આ સ્વદેશી હેલિકોપ્ટરનો ભારતીય એરફોર્સ, આર્મી, નેવી, કોસ્ટ ગાર્ડ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ સિવાય ઇઝરાયલ, માલદીવ્સ, મોરેશિયસ, નેપાળ, ઇક્વાડોર, તુર્કી, પેરુ અને ફિલિપાઇન્સ સહિતના દેશોએ ઉપયોગ કર્યો છે.
  • INS Utkrosh ભારતીય નૌસેનાનું એર સ્ટેશન છે જે આંદામાન-નિકોબારના પોર્ટ બ્લેર ખાતે આવેલું છે.
  • આ સ્ટેશનને 9 માર્ચ, 1984ના રોજ Director General of Civil Aviation (DGCA) ના નિયમન હેઠળથી હટાવીને ભારતીય નેવીને સોંપાયું હતું.
MK III Helicopter


Post a Comment

Previous Post Next Post