દેશના મુખ્ય આર્થિક સલાહકાર પદે વેંકટરામન અનંત નાગેશ્વરનની નિમણૂંક કરવામાં આવી.

  • તેઓની આ નિમણૂંક વર્ષ 2021-22ના આર્થિક સર્વે અને વર્ષ 2022-23ના બજેટના ત્રણ દિવસ પહેલા જ કરવામાં આવી છે.
  • તેઓ ક્રિષ્નમૂર્તિ સુબ્રમણ્યમનું સ્થાન લેશે જેઓએ Chief Economic Advisor (CEA) તરીકે પોતાના કાર્યકાળના 3 વર્ષ પુરા કર્યા છે.
  • દેશના મુખ્ય આર્થિક સલાહકાર ભારતના કેન્દ્રીય સચિવના સમકક્ષ હોદ્દો ધરાવે છે જેની નિયુક્તિ વર્ષ 2009 સુધી Union Public Service Commission (UPSC) દ્વારા થતી.
  • 2009 બાદ આ પદની નિયુક્તિ Appointments Committee of the Cabinet (ACS) દ્વારા કરવામાં આવે છે.
  • ભારતના પ્રથમ મુખ્ય આર્થિક સલાહકાર જે. જે. અંજારિયા હતા.
  • આ પદ પર વર્ષ 1961 થી 1963 તેમજ 1965 થી 1967 દરમિયાન આઇ. જી. પટેલ રહ્યા હતા જેઓ ગુજરાતી હતા.
  • આઇ. જી. પટેલ દેશના બીજા આર્થિક મુખ્ય સલાહકાર સિવાય વર્ષ 1972 થી 1977 દરમિયાન United Nations Development Programme (UNDP) આ ડેપ્યુટી એડમિનિસ્ટ્રેટિવ તેમજ વર્ષ 1977 થી 1982 દરમિયાન Reserve Bank of India (RBI) ના 14માં ગવર્નર તરીકે કાર્યરત હતા.
Venkatraman Ananth Nageshwaram


Post a Comment

Previous Post Next Post