- ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વાહન વેચી દીધા બાદ પણ જૂનો રજીસ્ટ્રેશન નંબર રાખી શકાય તે માટેની નંબર રિટેઇન પોલિસીની જાહેરાત કરવામાં આવી છે.
- આ જાહેરાત મુજબ કોઇપણ વાહન માલિક પોતાનું વાહન વેચ્યા બાદ અથવા સ્ક્રેપમાં મોકલ્યા બાદ પણ પોતાનો વાહન રજીસ્ટ્રેશન નંબર રાખી શકશે.
- નંબર રિટેઇન રાખવા માટે આ માટે વાહન માલિકે સરકારે નિયત કરેલ ફી ચૂકવવાની રહેશે.
- ઉલ્લેખનીય છે કે આ પ્રકારની પોલિસી જાહેર કરનાર દેશનું ચોથું રાજ્ય છે.
- અગાઉ દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ આ પ્રકારની પોલિસીની જાહેરાત કરી ચૂક્યું છે.