ગુજરાતના કેવડિયા રેલ્વે સ્ટેશનનું નામ બદલીને 'એકતાનગર' કરાયું.

  • વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કેવડિયા રેલ્વે સ્ટેશનનું નામ એકતાનગર રખાયું છે. 
  • કેવડિયા દેશનું પ્રથમ ઇકો-ફ્રેન્ડલી રેલ્વે સ્ટેશન છે જેના ભૂમિપૂજન દરમિયાન જ તેના નવા નામ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. 
  • આ માટે કેવડિયા ગ્રામ પંચાયતમાં નામ બદલવાનો ઠરાવ કરાયો હતો. 
  • ઉલ્લેખનીય છે કે દેશમાં અગાઉ પણ ઘણા રેલ્વે સ્ટેશનના નામ બદલાયા છે જેમાં અલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ, હબીબગંજનું નામ રાણી કમલાપતિ, ફેઝાબાદનું નામ અયોધ્યા કેન્ટ રેલ્વે સ્ટેશન, મુગલસરાયનું નામ બદલીને પંડિત દીનદયાલ ઉપાધ્યાય જંકશન તેમજ ઝાંસી રેલ્વે સ્ટેશનનું નામ બદલીને વિરાંગના લક્ષ્મીબાઇ રેલ્વે સ્ટેશન કરાયું છે.
Ektanagar Railway Station

Post a Comment

Previous Post Next Post