- આ રિપોર્ટ National Crime Record Bureau (NCRB) દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે જેના મુજબ દેશમાં કુલ 1,306 જેલ છે જેમાં હાલ કુલ 4.88 લાખ કેદીઓ સજા ભોગવી રહ્યા છે.
- આ રિપોર્ટ મુજબ ગુજરાતમાં કુલ 30 જેલ છે જેમાં 14,000થી વધુ કેદીઓ છે.
- ગુજરાતની જેલોમાં 18 થી 30 વર્ષના હોય તેવા કુલ 6,588 કેદીઓ, 30 થી 50 વર્ષના હોય તેવા 6,005 કેદીઓ તેમજ બાળક ધરાવતી હોય તેવી કુલ 27 મહિલાઓ છે જેના કુલ 33 બાળકો પોતાની માતા સાથે જેલમાં રહે છે.
- ગુજરાતમાં 572 કેદીઓ ગ્રેજ્યુએટ, 174 કેદીઓ પોસ્ટ-ગ્રેજ્યુએટ તેમજ 165 કેદીઓ ટેક્નિકલ ડીગ્રી / ડિપ્લોમાં ધારક છે.