પંજાબમાં રેલી માટે જઇ રહેલ વડાપ્રધાન મોદીના કાફલાને 20 મિનિટ સુધી રોકાવું પડ્યું.

  • પંજાબમાં હુસૈનીવાલા શહીદ સ્મારક ખાતે રેલીને સંબોધન કરવા જઇ રહેલ વડાપ્રધાન મોદીના કાફલાને વાતાવરણ ખરાબ હોવાને લીધે સડક માર્ગ લેતા રેલી સ્થળથી 12 કિ.મી. દૂર એક ફ્લાઇઓવર પર જામમાં રોકાવું પડ્યું હતું.
  • આ જામ ત્યા અમુક ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું તેને લીધે સર્જાયો હતો. 
  • આ મુદ્દાને રાજકીય પક્ષોએ પીએમની સુરક્ષાની ચૂક ગણી વિવાદ સર્જ્યો છે. 
  • વડાપ્રધાનની સુરક્ષા SPGની બ્લુ બૂક પ્રોટોકોલ મુજબ SPG દ્વારા કરવામાં આવે છે. 
  • વડાપ્રધાનની સુરક્ષા માટે વર્ષ 1998માં SPG (Special Protection Group) બિલ રજૂ કરાયું હતું. 
  • આ બિલમાં 25 નવેમ્બર, 2019ના રોજ એક સંશોધન કરાયું હતું જેમાં આ સંસ્થાનું મુખ્ય કર્તવ્ય / કોર મેન્ડેટ વડાપ્રધાનની સુરક્ષા પર કેન્દ્રીત કરવાની બાબત મુખ્ય હતી. 
  • ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનની સુરક્ષાની મુખ્ય જવાબદારી SPG ની છે, રાજ્યની નહી (રાજ્ય પોલીસ ફક્ત તેને સપોર્ટ કરે છે) 
  • અગાઉ ગુજરાતમાં ડિસેમ્બર, 2017માં વડાપ્રધાન મોદી ગુજરાતના કેવડિયા ખાતે સી-પ્લેનમાં મુસાફરી કરેલ જે પણ SPG ની બ્લૂ બુકના નિયમોનો ભંગ હતો. 
  • આ નિયમ અનુસાર વડાપ્રધાન એક એન્જિન ધરાવતા કોઇપણ વિમાનમાં સફર ન કરી શકે જ્યારે વડાપ્રધાન મોદીએ જે સી-પ્લેનમાં ઉડાન ભરી હતી તે સિંગલ એન્જિન ધરાવતું વિદેશમાં રજીસ્ટર્ડ પ્લેન હતું તેમજ આ પ્લેનનો પાયલટ પણ વિદેશી હતો જે DGCA ના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન છે.
Pm modi stuck in punjab

Post a Comment

Previous Post Next Post