- આ અધ્યક્ષતા સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ સંભાળી છે.
- સંયુક્ત રાષ્ટ્રની આતંકવાદ વિરોધી સમિતિ (Counter-Terrorism Committee - CTC)ની અધ્યક્ષતા હાલ ભારતને મળી છે.
- ઉલ્લેખનીય છે કે હાલ ભારત સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના 15 દેશોમાં અસ્થાયી સદસ્ય છે જેનો કાર્યકાળ 31 ડિસેમ્બર, 2022ના રોજ સમાપ્ત થનાર છે.
- સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા વર્ષ 2001માં અમેરિકામાં થયેલ આતંકવાદી હુમલા બાદ 1373 નંબરના પ્રસ્તાવથી CTC સમિતિની સ્થાપના કરવામાં આવી હતી.