- કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ચીનની સરહદ નજીક ચિસુમલે-ડેમચોક રોડનું ઉદ્ઘાતન કર્યું છે.
- આ રોડ 52 કિ.મી. લાંબો છે તેમજ તેની ઊંચાઇ 19,000 ફૂટ છે જે માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ કરતા પણ વધુ છે!
- આ રોડ પૂર્વી લદ્દાખથી ચુમાર સેક્ટરના અનેક શહેરોને જોડે છે તેમજ તે એક સ્ટ્રેટેજિક પોઇન્ટ પર આવેલ છે.
- નેપાળમાં માઉન્ટ એવરેસ્ટનો સાઉથ બેઝ કેમ્પ 17,598 ફૂટની ઊંચાઇ પર સ્થિત છે, તિબેટનો બેઝ કેમ્પ 16,900 ફૂટની ઊંચાઇ પર છે જ્યારે આ રોડ સિયાચિન ગ્લેશિયરની ઊંચાઇથી, 17,700 ફૂટથી પણ વધુ ઊંચાઇ 19,000 ફૂટ પર સ્થિત છે.