12 જાન્યુઆરી: રાષ્ટ્રીય યુવા દિવસ

  • ભારતમાં રાષ્ટ્રીય યુવા દિવસ 12 જાન્યુઆરીના રોજ, સ્વામી વિવેકાનંદના જન્મ દિવસ નિમિતે મનાવાય છે. 
  • આ દિવસ વર્ષ 1985થી મનાવવામાં આવે છે. 
  • વર્ષ 2013માં ભારતના તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહ દ્વારા સ્વામીજીની 150મી જન્મજયંતિ નિમિતે ચાર વર્ષ લાંબા ઉત્સવની જાહેરાત કરવામાં આવી હતી. 
  • ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ વર્ષે 25માં નેશનલ યૂથ ફેસ્ટિવલનું પણ ઉદ્‌ઘાટન કરાયું. 
  • સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત હતું જેમનો જન્મ 12 જાન્યુઆરી, 1863 (મકરસંક્રાતિ)ના રોજ થયો હતો. 
  • પોતાના ભારત ભ્રમણ દરમિયાન તેઓએ ગુજરાતમાં 1891માં અમદાવાદ, વઢવાણ, લિંબડી, જૂનાગઢ, કચ્છ, દ્વારકા, નડિયાદ અને વડોદરા સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી. 
  • આ મુલાકાત દરમિયાન લીંબડી ઠાકોર સાહેબ જસવંતસિંહજીએ જ તેઓના ધર્મના પ્રચાર માટે પશ્ચિમી દેશોમાં જવાની સલાહ આપી હતી. 
  • 11 સપ્ટેમ્બર, 1893ના રોજ તેઓએ શિકાગો ખાતેની વિશ્વ ધર્મ પરિષદમાં ઐતિહાસિક ભાષણ આપ્યું હતું. 
  • વર્ષ 1897માં તેઓએ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી.
National Youth Day

Post a Comment

Previous Post Next Post