એરિક્સન દ્વારા મોબાઇલ અને ઇન્ટરનેટ વપરાશનો રિપોર્ટ પ્રસિદ્ધ કરાયો.

  • એરિક્સન દ્વારા પ્રસિદ્ધ આ મોબિલિટી રિપોર્ટ મુજબ સોશિયલ મીડિયા પર સૌથી વધુ સમય વિતાવવા બાબતમાં ભારત 156 મિનિટ સાથે 15માં ક્રમ પર છે.
  • આ યાદીમાં ક્રમાનુસાર ફિલિપાઇન્સ (230 મિનિટ), નાઇજીરિયા (222 મિનિટ), બ્રાઝિલ (218 મિનિટ), કેન્યા (214 મિનિટ), દક્ષિણ આફ્રિકા (212 મિનિટ), કોલમ્બિયા (210 મિનિટ), મેક્સિકો (203 મિનિટ), આર્જેન્ટિના (201 મિનિટ), ઇન્ડોનેશિયા (194 મિનિટ) અને સંયુક્ત આરબ અમીરાત (191 મિનિટ)નો સમાવેશ થાય છે.
  • આ રિપોર્ટ મુજબ ભારતીયોએ વર્ષ 2020માં પ્રતિ માસ સરેરાશ 13.3 GB ડેટાનો ઉપયોગ કર્યો હતો જે વર્ષ 2021માં વધીને 18.4 GB થયો છે.
  • અમેરિકામાં પ્રતિ માસ સરેરાશ ડેટાનો ઉપયોગ 14.6 GB છે.
  • ભારતમાં મોબાઇલનો ઉપયોગ કરતા રાજ્યો બાબતે પ્રથમ સ્થાન પર મહારાષ્ટ્ર છે જેના ગ્રાહકો 6.67 કરોડ છે.
  • રાજ્યોની બાબતમાં ગુજરાત આ યાદીમાં 4.74 કરોડ ગ્રાહકો સાથે આઠમાં સ્થાન પર છે.
Mobile users


Post a Comment

Previous Post Next Post