- ભારતના પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS Vikrant નું જટિલ યુદ્ધાભ્યાસ માટે પરીક્ષણ શરુ કરવામાં આવ્યું છે.
- આ યુદ્ધજહાજ ભારતમાં બનેલ પ્રથમ અને સૌથી મોટું યુદ્ધજહાજ છે જેનું વજન 40,000 ટન જેટલું છે.
- અગાઉ ઑગષ્ટ મહિનામાં તેને પાંચ દિવસ માટે સમુદ્રમાં યાત્રા કરવાઇ હતી તેમજ ઑક્ટોબરમાં પણ 10 દિવસ માટે પરીક્ષણ કરાયું હતું.
- આ યુદ્ધજહાજ કોચિન શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવાયું છે જેને ભારતના પ્રથમ એરક્રાફ્ટ કેરિયર 'વિક્રાંત' નામ પરથી જ નામ અપાયું છે.
- ભારતના આ પ્રથમ વિક્રાંતનું બ્રિટિશ સમયમાં નામ Hercules હતું જે 1957માં ભારતે ખરીદ્યુ હતું.