- ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા પ્રસિદ્ધ આ રિપોર્ટ મુજબ છેલ્લા 2 વર્ષમાં ભારતના ટ્રી-કવરમાં 1,540 ચો. કિ.મી. તેમજ ફોરેસ્ટ કવરમાં 721 કિ.મી. જેટલો વધારો થયો છે.
- આ વધારામાં સૌથી મોટો વધારો આંધ્ર પ્રદેશમાં 647 ચો. કિ.મી. જેટલો થયો છે.
- આ રિપોર્ટ મુજબ ગુજરાતમાં વર્ષ 2019ની તુલનાએ ફોરેસ્ટ કવરમાં 69 ચો. કિ.મી.નો વધારો થયો છે પરંતુ ટ્રી કવરમાં ફક્ત બે જ વર્ષમાં 1,423 ચો. કિ.મી.નો ઘટાડો થયો છે!
- ગુજરાતમાં ફોરેસ્ટ કવર ધરાવતા જિલ્લાઓમાં ડાંગ (1,766 ચો. કિ.મી.), વલસાડ (3,008 ચો. કિ.મી.), નર્મદા (2,817 ચો. કિ.મી.), તાપી (3,139 ચો. કિ.મી.) તેમજ જૂનાગઢ(8,831 ચો. કિ.મી.)નો સમાવેશ થાય છે.