National Register of Large Dam રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપાયો.

  • આ રિપોર્ટ ગયા મહિને જ કેન્દ્ર દ્વારા પસાર કરાયેલ એક બિલ અંતર્ગત પ્રસિદ્ધ કરાયો છે જેમાં જોગવાઇ છે કે દેશના તમામ જળાશયોનું ચોમાસા પહેલા અને ચોમાસા પછી એમ બે વાર સર્વે કરવાનો રહેશે. 
  • આ રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપવામાં આવશે જેના અધ્યયન અને ડેમની સુરક્ષા માટે કુલ 20 સદસ્યોની સમિતિ બનાવવામાં આવશે. 
  • આ સમિતિમાં 10 સદસ્યો કેન્દ્ર સરકારના, 7 સદસ્યો રાજ્યોના તેમજ 3 નિષ્ણાંત રહેશે. 
  • આ રિપોર્ટ મુજબ દેશના કુલ 5,745 જળાશયો પૈકી સૌથી વધુ ક્રમાનુસાર મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં છે. 
  • આ રિપોર્ટ મુજબ સૌથી વધુથી ઓછા જળાશયો ધરાવતા રાજ્યોમાં ક્રમાનુસાર મહારાષ્ટ્ર (2,394), મધ્યપ્રદેશ (906), ગુજરાત (632), છત્તીસગઢ (258), કર્ણાટક (232), રાજસ્થાન (212), ઓડિશા (204), તેલંગાણા (184), આંધ્રપ્રદેશ (166), ઉત્તર પ્રદેશ (130), તમિલનાડુ (118), ઝારખંડ (79), કેરળ (61), બંગાળ (30), બિહાર (26), ઉત્તરાખંડ (25), હિમાચલ પ્રદેશ (20), જમ્મુ કાશ્મીર (17) તેમજ પંજાબ (16)નો સમાવેશ થાય છે. 
  • કેન્દ્ર સરકાર દ્વારા જળાશયોની સુરક્ષા માટે 30 મીટરથી વધુ ઊંચાઇ ધરાવતા જળાશયો પર ભૂકંપ માપક કેન્દ્ર તેમજ 15 મીટરથી વધુ ઊંચાઇ જળાશયો પર મૌસમ કેન્દ્ર બનાવવામાં પણ આવનાર છે.
Dam

Post a Comment

Previous Post Next Post