ન્યૂયોર્ક ટાઇમ્સ દ્વારા ભારત સરકારે ડિફેન્સ ડીલ અંતર્ગત પેગાસસ ખરીદ્યુ હોવાનો દાવો કર્યો.

  • અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સ દ્વારા પોતાના રિપોર્ટમાં દાવો કરાયો છે કે ભારત સરકારે ઇઝરાયલ સાથે કરેલ ડિફેન્સ ડીલમાં પેગાસસ જાસુસી સોફ્ટવેર ખરીદાયું છે.
  • વર્ષ 2017માં નરેન્દ્ર મોદી ઇઝરાયલના પ્રવાસે જનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા હતા ત્યારે બન્ને દેશ વચ્ચે 15,000 કરોડની ડિફેન્સ ડીલ થઇ હતી.
  • ત્યારબાદ વર્ષ 2018માં ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ ભારત પ્રવાસે આવ્યા હતા.
  • ઉલ્લેખનીય છે કે જુલાઇ, 2021માં આંતરરાષ્ટ્રીય ન્યૂઝપેપર્સ દ્વારા દાવો કરાયો હતો કે ઇઝરાયલના જાસુસી સ્પાયવેર Pegasus દ્વારા વિશ્વના અનેક દેશની હસ્તીઓની જાસુસી થઇ હતી જેમાં ભારતના 40 પત્રકાર, 3 વિપક્ષી નેતા, 2 મંત્રી તેમજ 1 જજ સહિતના લોકોનો સમાવેશ થાય છે.
  • વિપક્ષ દ્વારા છેલ્લા એક વર્ષથી આ મુદ્દે હોબાળો મચાવાયો હોવા છતા સરકારે આ સોફ્ટવેર ખરીદ્યાનું સ્વીકાર્યું ન હતું.
  • પેગાસસના આ આંતરરાષ્ટ્રીય જાસુસી કાંડ મામલે ઇઝરાયલ સહિત અનેક દેશ દ્વારા પોતાના દેશમાં તપાસ શરુ કરવામાં આવેલ છે.
  • ભારતમાં આ બાબતની તપાસ માટે સૌપ્રથમ પશ્ચિમ બંગાળ દ્વારા સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ મદન લોકુર અને કોલકત્તા હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જ્યોતિર્મય ભટ્ટાચાર્યનું બે સદસ્યીય તપાસ પંચ બનાવાયું હતું.
pegasus

Post a Comment

Previous Post Next Post